-
સ્વાદ ને છોડો તો શરીર ને ફાયદો, વિવાદ છોડો તો સબંધ ને ફાયદો, ચિંતા છોડો તો જીવ ને ફાયદો
-
લોકો ચાહે છે કે તમે આગળ વધો પણ, તેમના થી આગળ નહિ
-
કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે, જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે.
-
જીવનમાં આગળ વધવું હોય તો બહેરા બની જાઓ, કારણ, મોટાભાગના લોકોની વાતો મનોબળ તોડવાની હોય છે.
-
જિંદગી માં એટલું ભારે કશું જ નથી હોતું જે હળવું ન થઇ શકે.. શરત એક જ આપણે થોડું જતું કરવું પડે
-
કોઈ કામ માટે ભીતર (અંદર) નો અવાજ ના પડે તો એ કામ ને છોડી દેજો, અન્યથા પસ્તાવાનો વારો આવશે
-
લીધેલી સેવા ક્યારેય ભૂલવી નહિ, અને કરેલી સેવા ક્યારેય યાદ રાખવી નહિ.
-
કૃષ્ણ એ ગીતા માં કહ્યું છે, મારા પર ભરોસો રાખ, પણ એવું નથી કીધું કે મારા ભરોસે બેસી રહે.
-
કર્મ ફળ ની ઈચ્છા વગર જે માણસ કામ કરે છે, તે પોતાના જીવનને સફળ બનાવે છે.
-
અપેક્ષા સમાપ્ત થાય ત્યારે શાંતિ શરુ થાય.